Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જસદણના ડો.બોઘરા મુખ્યમંત્રી સાથે ઉઝબેકિસ્તાનની મુલાકાતે

જસદણ તા. ૧૯:ઉઝબેકિસ્તાનની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના બોર્ડના ચેરમેન અને જસદણના પૂર્વ ધારાસભ્ય તેમજ સ્પીનિંગ ઉદ્યોગપતિ ડો.ભરતભાઈ કે. બોઘરા જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી સાથેના વિદેશ પ્રવાસમાં ડો. બોઘરાને પ્રતિનિધિત્વ મળતા જસદણ પંથકમાં તેમના ટેકેદારોમાં આનંદની લાગણી ફેલાણી છે.

(12:04 pm IST)