Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મોરબીઃ 'સૌરાષ્ટ્ર કૃષિ વિકાસ' પુસ્તકનું વિમોચનઃ મોરબી

  'સૌરાષ્ટ્ર કૃષિ વિકાસ' પુસ્તકનું વિમોચન આજે રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. મોરબીના યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા પ્રોફેસર ડો. રામ વારોતરીયા લેખિત  'સૌરાષ્ટ્ર કૃષિ વિકાસ' શીર્ષકથી પુસ્તકનું વિમોચન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ અને જે.એચ.ભાલોડીયા મહિલા કોલેજ રાજકોટના સંયુકત ઉપક્રમે યોજાયેલા 'હાવ ટુ રાઈટ રિસર્ચ પેપર' વર્કશોપના ઉદ્દ્યાટન સમારોહમાં મંડળના પ્રમુખ ડો. રોહિત શુકલ દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર ડો.રામ વારોતરીયા દ્વારા તૈયાર થયેલા આ પુસ્તકમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આર્થિક સુધારા એટલે કે ૧૯૯૧ પછી કૃષિ વિકાસનાં વલણો કેવા રહ્યાં છે. તે રજુ કરવામાં આવ્યાં છે. આ સાથે જ તેઓના જુદા-જુદા સામાયિક અને અર્થશાસ્ત્રના જર્નલમાં ૫૦થી વધુ લેખો પ્રકાશિત થયા છે. તેમણે રાજય અને રાષ્ટ્રીય લેવલની કોન્ફરન્સ અને સેમિનારમાં ૨૫ જેટલા સંશોધન પેપરો પણ રજૂ કર્યા છે. તેઓ ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના સહમંત્રી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક શિક્ષક પણ છે. તેઓ આગામી દિવસોમાં નવરચિત મોરબી જિલ્લાના આર્થક વિકાસ વિષય પર કામ કરનાર છે.વિમોચન કરવામાં આવ્યું તે તસ્વીર.

(12:02 pm IST)