Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જામનગરમાં જિલ્લા પંચાયત પ્રાદેશિક સમીક્ષા બેઠક મળી

જામનગરઃ કલેકટર કચેરી ખાતે અગ્ર સચિવશ્રી એ.કે.રાકેશના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની પ્રાદેશીક સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં અગ્ર સચિવ અને વિકાસ કમિશનર એમ.જે.ઠક્કર દ્વારા રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિવિધ વિકાસ લક્ષી યોજનાઓની કામગીરી વિશે સમિક્ષા કરી આવશ્યક સુચનો કરાયા હતા. તદ્દઉપરાંત જિલ્લા પંચાયતની ઈમારતની મરામત તેમજ આવશ્યક નવનિર્માણ વિશે પણ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં અગ્ર સચિવ દ્વારા પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે જામનગર જિલ્લા પંચાયતના બાકી રહેલા કામો, ચાલુ કામો અને ભવિષ્યના પ્રોજેકટ અંગે શું તૈયારી કરવામાં આવી છે તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ે પ્રસંગની તસ્વીર.

(12:00 pm IST)