Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ધ્રોલમાં ડો.અબ્દુલ કલામના જન્મદિવસની ઉજવણી

ધ્રોલ : ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરીત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ડો.અબ્દુલ કલામજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ ખગોળ ક્ષેત્રે રસ લેતા થાય તેની ક્રિયાત્મક શકિતનો ઉપયોગ કરતા થાય તેવા આશયથી મિસાઇલ મેન ડો.અબ્દુલ કલામના જન્મદિવસે ઉજવવા એક દિવસીય એસ્ટ્રો ટીએલએમ મેકીંગ વર્કશોપનું આયોજન કોલેજમાં અભ્યાસ કરતા ૮૦ વિદ્યાર્થીઓ માટે કરાયુ. બધા વિદ્યાર્થીઓને ૧૦ ૧૦ના જૂથમાં વહેચી તેઓને કાગળનુ રોકેટ, કૃત્રિમ ઉપગ્રહની બનાવટ, ન્યુટનના ત્રીજા નિયમ આધારીત પ્રવૃતિ રોકેટ ઉડ્ડયન વગેરે જેવી જૂથ કાર્ય પ્રવૃતિ કરવામાં આવી. કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે કેન્દ્રના પ્રોગ્રામ ઓફીસર સંજય પંડયા રહેલ. જયારે માર્ગદર્શન સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ પુરૂ પાડેલ તે તસ્વીર.

(11:58 am IST)