Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સ્વ.નનુભાઇના દેહદાનનો સંઘાણી પરિવારનો નિર્ણય પ્રેરણાદાયીઃ રૂપાલા

સ્વર્ગસ્થના જીવનને સમાજ ઉપયોગી ગણાવી શ્રધ્ધાંજલી અર્પતા કેન્દ્રીય મંત્રી

રાજકોટ તા.૧૯: કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ જણાવેલ કે અમરેલી જિલ્લાના અગ્રણી સંઘાણી પરીવારના મોભી શ્રી નનુભાઇ હીરજીભાઇ સંઘાણીનું આજે તા.૧૮-૧૦-૨૦૧૯ના રોજ સુદીર્ઘ અને ૯૩ વર્ષના પ્રેરણાદાયી જીવન બાદ અવસાન થયાના સમાચાર જાણી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમરેલીના પૂર્વ સાંસદ,નાસ્કોબ અને ગુડકોમાસોલના ચેરમેન શ્રી, ઇફકોના વાઇસ ચેરમેન તેમજ અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રના એક દીગ્ગજ આગેવાન એવા તેઓના પુત્ર શ્રી દિલીપભાઇ સંઘાણી અને સમગ્ર સંઘાણી પરીવારને મારા અંતરના ઉંડાણથી દીલસોજી પાઠવું છું.

ઇશ્વર સ્વર્ગસ્થના પવિત્ર આત્માને ચિરઃ શાંતી અને સદગતી અર્પે તેમજ સમગ્ર સંઘાણી પરિવારને આ દુઃખ સહન કરવાની પરમકૃપાળુ પરમાત્મા શકિત અર્પે તેવી નતમસ્તકે કરબધ્ધ પ્રાર્થના કરૂ છું.

સ્વર્ગસ્થ નનુભાઇનું સમગ્ર જીવન સરળ, કુટુંબપ્રેમી, સમાજ ઉપયોગી અને સાદગીભર્યુ રહ્યું. જે સૌ માટે પ્રેરણાદાયી રહેશે. સંઘાણી પરીવાર દ્વારા અમરેલીની મેડીકલ કોલેજને સ્વર્ગસ્થ નનુભાઇના પાર્થિવ દેહનું દાન કરવાનો ખુબ જ ઉમદા અને સમાજના એક મોભી તરીકે સમાજને દીશાસૂચન કરતો પ્રેરણાદાયી નિર્ણય કરવા બદલ તેને હું આવકારૂ છું. તેમ શ્રી રૂપાલાએ જણાવ્યું હતું.

(11:58 am IST)