Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

નગર પાલિકાઓને મળતી ગ્રાન્ટનો ઉપયોગ લોકકાર્યોમાં થાય તે અંગે સમીક્ષા બેઠકો જરૂરી

ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં અમરેલીમાં નગર પાલીકાની બેઠક

રાજકોટઃ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાયો વેગવંતા બન્યા છે ત્યારે રાજયના અમદાવાદ ઝોન, ગાંધીનગર ઝોન, વડોદરા ઝોન, સુરત ઝોન, રાજકોટ ઝોન અને ભાવનગર ઝોનની ૧૬૨ નગરપાલિકાઓની રીવ્યુ બેઠક યોજાયેલ .

આ અંતર્ગત ભાવનગર ઝોનની ૨૭ નગરપાલિકા ઓ માટે અમરેલી ખાતે  સાવરકુંડલા નગરપાલેકા, રાજુલા નગરપાલિકા, બગસરા નગરપાલિકા, જાફરાબાદ નગરપાલિકા, લાઠી નગરપાલિકા, બાબરા નગરપાલિકા, ચલાલા નગરપાલિકા, દામનગર નગરપાલિકા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ નગરપાલિકા, ઉના નગરપાલિકા વિ.ની બેઠકમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓ પટણી,  આઈએએસ ઓફીસર યોગેશ નિરગુડે, એડી.કલેકટર આર.આર. ડામોર, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના દરજીસાહેબ, ભાવીનભાઈ, અધિકારીઓ ભરત પી. વ્યાસ, એસ.યુ. થીમ તેમજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ રીવ્યુ બેઠકમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે નગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના, આગવી ઓળખના કામો, ૧૪મી નાણાંપંચની ગ્રાન્ટ, ભુર્ગભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહિતની પ્રાથમિક સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમ અંતમાં જણાવ્યું હતું.

(11:57 am IST)