Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ગોંડલ નાગરિક સહકારી બેન્કની મીટીંગમાં સીટીંગ ફી ચુકવવાના એજન્ડાનો વિરોધ

યતિષભાઇ દેસાઇ અને ઓમદેવસિંહ જાડેજાની લેખિત રજૂઆત

ગોંડલ તા. ૧૯ :.. ગોંડલ નાગરીક સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેકટરના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ મીટીંગ તા. ૪-૧૦ ને શુક્રવારના રોજ બેંકની મુખ્ય કચેરીએ મળેલ જેમાં બેંકના ચેરમેન જયંતીભાઇ ઢોલએ પ્રથમ મીટીંગમાં જ દલા તલવાડીની નીતિ અપનાવી બેંકને આર્થિક રીતે મોટું નુકશાન કરવાના હેતુથી ચૂંટાયેલા તમામ ડીરેકટરને મોટી રકમની સીટીંગ ફી આપવાની એજન્ડા નં. ૧પ થી કાઢેલ જેનો બેંકના પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથા ઓમદેવસિંહ જાડેજા કે જેઓ પણ આ બોડીમાં ચૂંટાયેલા ડીરેકટર છે.

જેમણે લેખીતમાં ઉપરોકત સીટીંગ ફી ચુકવવાના એજન્ડાનો સખ્ત શબ્દોમાં લેખીતમાં વિરોધ કરેલ છે. તેમજ રીઝર્વ બેંકના નિયમ અનુસાર કોઇપણ ચૂંટાયેલા સભ્યો બેંક પાસેથી કોઇપણ પ્રકારની આર્થિક લાભ મેળવી શકતા નથી.

જે અંગેનો વિરોધ દર્શાવતો પત્ર રીર્ઝવ  બેંક તથા ડીસ્ટ્રીક રજીસ્ટ્રારને લેખીતમાં મોકલી આપેલ છે. તદ ઉપરાંત વહીવટી ખર્ચ અને અન્ય ખર્ચના નેજા હેઠળ કરેલ ખર્ચની વિગત પણ લેખીતમાં માંગેલ છે. તેવું યતિશભાઇ દેસાઇ તેમજ ઓમદેવસિંહ જાડેજાએ લેખીતમાં જણાવેલ હતું.

(11:55 am IST)