Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

હાઈવે પર ચેકીંગ કરતા બાબરાના ૩ પોલીસ કર્મીને ટ્રકચાલકે હડફેટે લેવાની કોશિશ કરીઃપીછો કરી ચાલકને ઝડપી લેવાયો

બાબરા,તા.૧૯:બાબરામાં હાઈ-વે ચેકીંગ કરી રહેલ ૩ પોલીસકર્મીને એક ટ્રક ચાલકે હડફેટે લેવાનો પ્રયાસ કરતાં પોલીસકર્મીઓએ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકની અટકાયત કરી લીધી હતી.

વિગત મુજબ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં વજેસિંહ ગોહિલ, ટ્રાફિક બ્રીગેડ નરેશભાઈ ધાખડા તેમજ પરેશભાઈ રાઠોડ બાબરાના શાહ પેટ્રોલ પંપ નજીક વાહન ચેકીંગ કરતાં હોય તે સમયે ભાવનગર તરફથી આવી રહેલ ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતાં ચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવીને નાશી છુટવાનો પ્રયાસ કરતાં પોલીસ કર્મીઓએ પીછો કરી ટ્રક ચાલક ધનજીભાઈ ઉર્ફે ધીરજ આહીર રે. નીરોણા, તા. નખત્રાણાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:54 am IST)