Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ૧૭૧માં પાટોત્સવની ઉજવણી

વહેલી સવારે અનોખા શણગારઃ મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વારનુ ઉદ્ઘાટનઃ ભાવિકો ઉમટયા

પાટોત્સવ પ્રસંગે ઉપસ્થિત સંતો નજરે પડે છે. (તસ્વીર : હિતેષ રાચ્છ -વાંકાનેર)

વાંકાનેર તા. ૧૯ :.. શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી દાદાનું મંદિર સાળંગપુરનો આજે (૧૭૧ મો) પાટોત્સવ છે. ૧૭૧ માં પાટોત્સવના પાવન પર્વે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સવારના વિશેષ શણગાર કરવામાં આવેલ હતો તેમજ શ્રી મુખ્ય મંદિર નુતન પ્રવેશ દ્વાર આજે શનીવારના સંતોના હસ્તે સંપન્ન થયેલ હતી.

આજરોજ શ્રી કષ્ટ ભંજનદેવ મંદિરના પાટોત્સવ નિમિતે સવારના પ કલાકે દાદાની મંગળા આરતીમાં વિશાળ સંખ્યામાં હરિ ભકતોએ દર્શનનો લાભ લીધેલ હતો. શણગાર આરતી સવારે ૯ કલાકે થયેલ હતી. શ્રી કષ્ટ ભંજનદેવ દાદાની આરતી ઉતારતા આચાર્ય મહારાજ શ્રી અને વિષ્ણુ પ્રશાક સ્વામીજી નજરે પડે છે. તેમજ શ્રી કષ્ટ ભંજનદેવનો પાટોત્સવ અભિષેક સવારે ૮ કલાકે ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થયેલ હતો.  શ્રી કષ્ટ ભંજનદેવ દાદા કી જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ છે. શ્રી હનુમત ચરિત્ર કથા તા. ૧પ થી તા. ૧૯ દરમ્યાન યોજાયેલ જેમાં શાસ્ત્રીજી શ્રી હરિપ્રસાદ સ્વામી અઠાળા વાળાએ કરેલ જેની પુર્ણાહૂતિ આજે ૧૧ વાગ્યે થયેલ છે. આ પ્રસંગે આચાર્ય મહારાજશ્રી રાકેશ પ્રકાશ મહારાજશ્રીનું પુષ્પહારથી સ્વાગત પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસ સ્વામીએ કરેલ હતુ તે નજરે પડે છે. તેમજ આ પ્રસંગે સાધુ - સંતો હરિભકતો વ્યાસપીઠ પર વકતા નજરે પડે છે. તેમજ આરતી ઉતારતા આચાર્ય મહારાજશ્રી અને શ્રી વિષ્ણુ પ્રસાદસ્વામી નજરે પડે છે.

(11:54 am IST)