Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભાવનગર જિલ્લાનાતળાજાના રેલીયાની મહિલાને પછાડી લાજ લૂંટવાનો પ્રયાસ

ભાવનગર તા.૧૯ :ભાવનગરના તળાજાના ગોપનાથ નજીક રેલીયા ગામની પરણિતાએ ગામનાજ એક યુવક વિરુદ્ઘ પોતાને પછાડી દઈ,વસ્ત્રો ફાડી લાજ લૂંટવાનો પ્રયાસ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. બનાવના ઓગણીસ દિવસ બાદ આજે મહિલા ભાવનગર સિવિલ માં દાખલ થયેલને ત્યાંથી ફરિયાદ લઈ દાઠા પોલીસે ગુન્હો નોંધાયેલ છે.

દાઠા પોલીસ મથકના નવનિયુકત પોલીસ અધિકારી હાજર થયાને ચોથા દિવસે એકજ દિવસ માં ખૂન અને મહિલાની પજવણી એમ બે ગંભીર પ્રકારની ફરિયાદો નોંધાઈ છે.

રેલીયા ગામની પરણિતા એ ગામનાજ હરેશ ઉર્ફે લાલજી જેમાભાઈ ભીલ વિરુદ્ઘ નોંધાવેલ ફરિયાદ માં ગત તા. ૨૭ ના રોજ પરિણીત દ્યરે હતી તે દરમિયાનમાં આવી બાવડું પકડી વસ્ત્ર ફાડી લાંજ લૂંટવાનો પ્રયાસ કરેલ.

અગાઉ થયેલ મારામારીનો બદલો લેવા આ કૃત્ય આચરવામાં આવેલ હોવાનંુ પોલીસે ઉમેર્યું હતું.બનાવને અનુસંધાને પોલીસે આરોપીની ધરપકડ સહિતની કાર્યવાહી હાથધરી છે.

દાઠા પોલીસ મથક નીચે તળાજા મહુવાના અંતરિયાળ ગામડાઓ આવેછે.આ વિસ્તારમાંથી છેલ્લા દિવસોમાં વિલાયતી દારૂનો મોટો જથો પકડાવવાના ત્રણેક બનાવો બન્યા છે.ત્યારે લુખ્ખા તત્વો વિરુદ્ઘ પોલીસે લાલઆંખ કરવી જોઈએ તેવી લોકલાગણી સાંભળવા મળી હતી.

(11:53 am IST)