Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કઠલાલ પો.સ્‍ટે. સીમ વિસ્‍તારના ખાંડીવાવ ગામની સીમમાંથી ‌કિ. રૂ. ૯,૪૬,૮૦૦ વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

અમરેલી : ડી.જી.પી.શ્રી  ગુ.રા.ગાંધીનગરનાઓએ આગામી વિધાનસભાની પેટા ચુંટણી તેમજ દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજયમાં પ્રોહી જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવને સફળ બનાવવા સારૂં પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડિયાદનાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશી/વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૭/૧૦/૧૯ ના રોજ એલ.સી.બી.સ્ટાફના પો.સબ ઇન્સ શ્રી એમ.એ. ઠાકોર,અ.હેઙકો ચંન્દ્રકાન્ત, અ.હેઙકો વિનોદકુમાર, અ.હેઙકો રાકેશકુમાર, પો.કો.કુંદનકુમાર, પો.કો. અમરાભાઇ નાઓ કઠલાલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો કુંદનકુમારનાઓને મળેલ બાતમી હકીકત આધારે ,ખાંડીવાવ ગામની સીમ વિસ્તારમાં રહેતા પ્રભાતસિંહ ચંદુભાઇ ઝાલાનાઓના ખેતરની ઓરડીઓમાંથી વગર પાસ પરમીટના જુદા-જુદા માર્કાના ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૪,૫૯૬ કિ.રૂ. .૯,૪૬,૮૦૦/- તથા બે મોટર સાયકલ કિં.રૂ.૫૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૨,૦૦૦/-નો મળી કુલ્લે કિં.રૂ.૯,૯૮,૮૦૦/-નો મુદ્દામાલ મળી આવતા અ.હેઙકો. ચંન્દ્રકાન્ત નાઓએ ઓરડીના માલીક વિરૂધ્ધમાં કઠલાલ પો.સ્ટે. પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો રજી. કરાવેલ છે સદરહું ગુનાના આરોપી તથા ગુનાની આગળની વધુ તપાસ પો.સબ ઇન્સ. શ્રી એમ.એ.ઠાકોર એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.

(11:46 am IST)