Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

અમરેલીમાં ખંડણીના ગુન્હાનો ભેદ ઉકેલતી પોલીસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ : અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયશ્રીની સુચના મુજબ તથા ડી.વાય.એસ.પી.શ્રી એલ બી મોણપરા  નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં બનતાં ખંડણી સંબંધી ગુન્હાઓ ના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એ.મોરી તથા તેઓની ટીમ જેમા પો સબ ઇન્સ. એમ.એચ.જેતપરીયા તથા પ્રો. પો.સબ.ઇન્સ. ચૌધરી તથા હેડ કોન્સ. આર.ડી.વાળા તથા હેડ કોન્સ.વાય.એમ.સરવૈયા તથા સ્ટાફના માણસો  વિગેરે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ની ટીમએ ખંડણીની માંગણી માટે બનાવેલ મુદામાલ ઇલેકટ્રોનીક ઇન્ટુમેન્ટ કબ્જે કરેલ છે.

બનાવની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી એક જાગૃત નાગરીકે આ કામના આરોપી નંબર (૧) બીપીન ઉર્ફે ભૂરો રમેશભાઇ મૂળજીભાઇ બોઘરા ઉ.વ.રપ ધંધો.વેપાર રહે. અમરેલી ચકકરગઢ રોડ સંસ્કાર એપાર્ટમેન્ટ ફલેટ નં– એ–૪૦૪ ગોબરભાઇ કુંભાર ના મકાને તા. જી. અમરેલી. મૂળ–લીલીયામોટા ગાયત્રી સોસાયટી ભાટીયાગેસ એજન્સી પાછળ તા. લીલીયા મોટા જી.અમરેલી નાએ કોઇપણ રીતે ફરીયાયાદીના ફોટા મેળવી કોઇ સ્ર્ીના ફોટા સાથે એડીટીંગ કરી  વાયરલ કરવાની તથા ફરીયાદી બદનક્ષી  બદનામી કરવાની ધમકી આપી, ફોટા વાયરલ નહી કરવા માટે ત્હો. નં. (૧) બીપીન ઉર્ફે ભૂરો નાએ રૂ. સાઇઠ લાખ ની તથા ત્હો.નં.  (ર) પ્રતાપભાઇ પરસોત્તમભાઇ કાછડીયા ઉ.વ.૪૭ ધંધો.ખેતી રહે.રંગપુર સ્વામીનારાયણ મંદીર પાસે તા.જી.અમરેલી નાએ રૂ. બે કરોડની ખંડણી પેટે માંગણી કરી ગુન્હો કરવામાં એક બીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા વિ.બાબત નું જાહેર કરેલ  ગુન્હો તા.૧૭/૧૦/ર૦૧૮ કઃ–રર/૩૦ વાગ્યે જાહેર થયેલ અને આ કામે ઉપરોકત બંને આરોપીઓ ની અમરેલી સીટી પોલીસ ની ટીમ યુઘ્ધના ધરોણે ગણતરીની કલાકોમાં પકડીપાડ તા.૧૮/૧૦/ર૦૧૮ ના કઃ–૦૩/૦૦ વાગ્યે બંનેને ધોરણસર અટક કરેલ છે. અને વધૂ તપાસ અમરેલી સીટી પો સ્ટે ના ઇન્ચા પો ઇન્સ. એમ.એ.મોરી ચલાવી રહયા છે. 

(૧) બીપીન ઉર્ફે ભૂરો સ/ઓ રમેશભાઇ મૂળજીભાઇ બોઘરા ઉ.વ.રપ ધંધો.વેપાર રહે. અમરેલી ચકકરગઢ રોડ સંસ્કાર એપાર્ટમેન્ટ ફલેટ નં– એ–૪૦૪ ગોબરભાઇ કુંભાર ના મકાને તા.જી. અમરેલી. મૂળ–લીલીયામોટા ગાયત્રી સોસાયટી ભાટીયા ગેસ એજન્સી પાછળતા. લીલીયા મોટા જી.અમરેલી (ર) પ્રતાપભાઇ પરશોત્ત્।મભાઇ કાછડીયા ઉ.વ.૪૭ ધંધો.ખેતી રહે. રંગપુર સ્વામીનારાયણ મંદીર પાસે તા.જી. અમરેલીની ધરપકડ કરાયેલ.(૨૧.૨૦)

(3:39 pm IST)