Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

જામનગરમાં મોબાઇલની ચોરી કરીને ખૂનની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ : અહીં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનેશ્વરસિંગ ઈબોબીસિંગ લાયશ્રમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૧૦–ર૦૧૮ના જામનગર ઢીચડા રીંગ રોડ, દ્વારકાધીશ પાર્ક–૧ મકાન નં. સી–૧૧ માં આ કામનો આરોપી કોઈ અજાણ્યો માણસ ફરીયાદી ગુનેશ્વરસિંગ ના રહેણાક મકાનની દિવાલ કુદી કોઈપણ રીતે મકાનમાં પ્રવેશ કરી ફરીયાદી ગુનેશ્વરસિંગ ના મકાનમાં તથા સાહેદ ફના પત્રા કૈલાશચંદ્ર પત્રા તથા સાહેદ બ્રજમોહનકુમાર અંજનીકુમારસિંગના મકાનમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન નંગ–ર, કિંમત રૂ.૪પ૦૦ તથા સાહેદ રૂપિયા ૮૯૦ તથા ડ્રાઈવીંગ લાઈસન્સ તથા આર.સી.બુક તથા કેટીન કાર્ડ તથા ડેબીટ કાર્ડ મળી કુલ રૂ.પ૩૯૦ની કોઈ ચોરી કરેલ હોય તેમજ ચાકુ બતાવી  ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

મહિલાઓની છેડતી કરતો શખ્સ ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ.એ.વી. સમાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ખોડીયાર કોલોની, માલધારી હોટલ પાસે, સીટી બસ સ્ટોપ પાસે પ્રઘ્યુમનસિંહ મંગળસિંહ જાડેજા રે. જામનગરવાળો જાહેરમાં આવતી જતી મહીલાઓ છોકરીઓને આંખના ઈશારા વડે તથા હાથના ઈશારા વડે બીભત્સ ચેનચાળા કરતો મળી આવતા ઝડપાઈ ગયેલ છે.

દારૂ પીવાની ટેવના કારણે બીમાર પડતા મોત

ઠેબા ગામે રહેતા હકાભાઈ પેથાભાઈ ટોયટા, ઉ.વ.૩પ, એ પંચ 'એ' પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, બાબુભાઈ ખેતાભાઈ ટોયટા, ઉ.વ.૪ર, રે. ઠેબા ગામ, તા.જિ.જામનગરવાળાને દારૂ પીવાની ટેવ હોય અને કાંઈ ખોરાક નહીં લઈ શકતા જેના કારણે ફેફસા આંતરડાની તકલીફ હોય જે કારણસર આજરોજ મજા ન રહેતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં લઈ આવતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

(3:39 pm IST)