Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

જામનગર જિલ્લા જેલમાંથી મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

જામનગર તા. ૧૯ : અહીં સીટી-એ પોલીસ સ્ટેશનમાં જિલ્લા જેલના જેલ સહાયક કાનાભાઈ બી.કંડોરીયાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૧૦–ર૦૧૮ના જિલ્લા જેલની અંદર વોર્ડ નં. – રમાં  બેરેક નં.– રમાં આ કામના આરોપી કાદર મુસાભાઈ સંઘાર રે. જિલ્લા જેલ, જામનગરવાળા એ જેલમાં પ્રતિબંધીત વસ્તુ મોબાઈલ ફોન કાળા કલરનો સેમસંગ કંપનીનો મોડલ નં. એ.એમ.–બી.૧૧૦ ઈ. સી.સી. નં. ૮૯૯૧૦પર૧૮૦૧૪ ૪૪૭૩૬૬૬ એન.ટી.જી.જી.ઈ. નો રાખી મળી આવતા ગુનો કરેલ છે.(૨૧.૧૯)

(3:38 pm IST)