Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

જુનાગઢ અપહરણના ગુન્હામાં ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને પકડી પાડતી જૂનાગઢ પેરોલ-ફલો સ્કવોડ

 જુનાગઢ, તા.૧૯:  જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ ની સુચના અને માર્ગદર્શન અન્વયે પેરોલ-ફર્લો હેડના તથા ગુન્હાના કામે નાસતા-ફરતાં, ફરાર આરોપીઓને પકડવાની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અન્વયેની કામગીરી બાબતે તથા નવરાત્રી પર્વ અન્વયે પેરોલ-ફર્લો સ્કવોડ પો.સબ ઇન્સ.શ્રી તથા સ્ટાફ એમ બધાં જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં એ દરમિયાન પો.સબ ઇન્સ. શ્રી આર.જે.રામ તથા પોલિસ કોન્સ્ટેબલ સંજયભાઇ વધેરાને બાતમી રાહે હકીકત મળેલ કે જુનાગઢ અપહરણના ગુનાનો નાસતો-ફરતો આરોપી મહેશ જમનગીરી આજે ઘરે આવવાનો છે. તેથી તાત્કાલિક પેરોલ-ફર્લો સ્ટાફ સાથે લિરબાઇપરામાં વોચમાં રહેલ અને મજકુર આરોપી આવતાં ખરાઇ કરી આરોપી મહેશ ઉર્ફે ડકો જમનગીરી શંકરગીરી સુગંધી જાતે.બાવાજી ઉ.વ.૨૪ રહે. જુનાગઢ લિરબાઈપરા વાળાને આજરોજ તા. ૧૮/૧૦/૨૦૧૮ ના રોજ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ.

મજકુર આરોપી જુનાગઢ 'સી-ડિવિઝન' પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૦૫/૨૦૧૫ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ વિ.ના કામે છેલ્લા સાડા ત્રણેક વર્ષથી નાસતો-ફરતો હતો.

આ કામગીરી પેરોલ-ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. શ્રી આર.જે.રામ તથા એ.એસ.આઈ. નરેન્દ્રભાઈ ડાંગર, હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ વઘેરા તથા રમેશભાઈ માલમનાઓએ કરેલ હતી.

(3:37 pm IST)