Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વિંછીયામાં આરોગ્ય ગરબી

 વિંછીયા : તાલુકાના દેવધરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જનતા સબ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ માટે મેલેરીયા ડેન્ગ્યુ જેવા મચ્છર જન્ય રોગો વિશે ગામના બાળકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગરબાના ગીતો દ્વારા રોગચાળો ન ફેલાઇ તે માટે આઇ સી પ્રવૃતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જનકા સબ સેન્ટરના ફિમેલ વર્કર ભાનુબેન હાડા, આરોગ્ય કાર્યકર અરૂણભાઇ ચૌહાણ તેમજ આશા બહેનો હાજર રહ્યા હતા. આરોગ્ય ગરબાની તસ્વીર. (તસ્વીર : પિન્ટુ શાહ, વિંછીયા)

(12:01 pm IST)