Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ધારીમાં નવરાત્રી મહોત્સવ

 ધારી : ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ શિવનગરમાં સર્વજ્ઞાતિ સમાજ ગાયત્રી ચોકમાં અવનવી લાઇટના ડેકોરેશન ગરબીને શણગારવામાં આવેલ છે. ગાયત્રી ગરબી ચોકના નિવૃત ધારીના શિક્ષણ ખાતાના ખોડભાઇ વાળ, ચૌહાણભાઇ, શિક્ષકભાઇઓ, મનીષભાઇ ત્રિવેદી, ગીરીશભાઇ મજેઠીયા, પઢીયારભાઇ વગેરે સહિતના સભ્યોએ ગરબીનું આયોજન કરેલ. ગરબી ચોકમાં પાર્ટી પ્લોટ પાસે તેવી જ ધારીની ખોડલધામ શિવનગરની ગરબીમાં પણ પ્રાચીન રાસ ગરબાની જમાવટ થયેલ. રાસોત્સવની તસ્વીર.

(12:01 pm IST)