Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

બોટાદમાં કાઠી ક્ષત્રિય સેના દ્વારા શસ્ત્રપૂજન-શોભાયાત્રા સંપન્ન

કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો- સંતો-મહંતો યુવાનો જોડાયા

બોટાદ તા.૧૯: વિજયા દશમીએ શ્રી રામ પ્રભુએ રાક્ષસરાજ રાવણનો વધ કરેલ તેમજ માં દુર્ગાએ ચંડમુંડ રાક્ષસનો વધ કરેલ તેમજ પાંડવોએ કોૈરવો ઉપર વિજય મેળવેલ ટુંકમાં અધર્મ ઉપર ધર્મનો વિજય થયેલ તેથી ભારતભરના ક્ષત્રિયો દ્વારા વિજયા દશમી પ્રસંગે સમી પૂજન અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાય છે.

ક્ષત્રિયો માટે આ વિજયાદશમીનો પર્વ દિવાળી કરતા પણ મોટો હોય છે. તેથી બોટાદ કાઠી ક્ષત્રિયસેનાના પ્રમુખ સામતભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં છેલ્લા ૨૮ વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે તેવી જ રીતે આ વર્ષે પણ સામતભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં અને ગીરનારી આશ્રમ જગન્નાથ મંદિરના મહંત નટુબાપુ તથા રોકડીયા હનુમાનજી મંદિરના મહંત પરમેશ્વરદાસ બાપુ તથા જોરૂભાઇ ધાધલ (તરઘરાવાળા) તથા વિરેન્દ્રભાઇ (મુનાભાઇ સાળંગપુરવાળા) તથા પ્રતાપભાઇ (પાટીયાળીવાળા) તથા શીવુભાઇ (આકડીયાવાળા)  તથા ઓઢભાઇ તથા રણજીતભાઇ તથા પીઠુભાઇ (નડાળાવાળા) તથા  કનુભાઇ (ઝરીયાવાળા) તથા બહાદુરભાઇ (હડદડવાળ) તથા બટુકભાઇ (ચમારડી)  તથા રઘુભાઇ ધાધલ તથા જયરાજભાઇ ખવડ તથા બાબભાઇ (સાંળીગપુર) તથા શીવરાજભાઇ (ખાંભડા) અને દિલીપભાઇ સાબવા વિગેરે મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિમાં સવારે ૧૦:૩૦ કલાકે સૂર્ય શકિત અને શસ્ત્રી પૂજન બાદ શ્રી સૂર્યદેવના જયનાદ સાથે ભવ્ય શોભાયાત્રા  બોટાદના રાજમાર્ગો ઉપર નિકળેલ ત્યારે ગ્રામજનોને રાજાશાહી યુગની ઝલક જોવા મળેલ.

આ શોભાયાત્રા પરત શુભમ કોમ્પલેક્ષ ખાતે પહોચતા કાર્યક્રમ સંપન્ન થયેલ તેમ બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવે છે.

(11:58 am IST)