Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કોડીનાર દેવળી ગામની સીમમાં મગર પાંજરે પુરાઇ

કોડીનાર : કોડીનાર તાલુકાનાં દેદાની દેવડી ગામની સીમમાં કોડીનાર બાયપાસ પાસે આવેલ કેસરભાઇ પુંજાભાઇ દાહીમાની વાડીમાં પુખ્તવયની મગર ચડી આવતા આ અંગે વનવિભાગને જાણ કરતા આરએફઓ જામવાળા તથા છારા રાઉન્ડ ઓફિસર પઠાણભાઇ -સેવરાભાઇ સહિતનાં એ મગરનું રેસ્કયુ કરી ૬ ફુટ લાંબી મગર પકડી પાડી જામવાળા રેન્જમાં મોકલી છે. તસ્વીરમાં મગરને પાંજરામાં પુરવાની વિધિ કરતા અધિકારીઓ નજરે પડે છે.

(11:55 am IST)