Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

આડેસર-ડમ્પર કાર અકસ્માતમાં મુંબઇથી નવરાત્રિ માટે વતન આવેલા યુવાન વ્યાપારી અને તેના કાકાના મોત

ભુજ તા. ૧૯ : નવરાત્રિ દરમ્યાન પોતાને વતન કચ્છ આવેલા મુંબઈના મીરારોડ રહેતા યુવાન વ્યાપારીનું અને તેના કાકાનું અકસ્માતમાં મોત નિપજતા આડેસર પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે. આડેસર ખીજડિયા પાટીયા પાસે રાત્રે દોઢ વાગ્યે ડમ્પર સાથે કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક લક્ષમણ બાઉ મકવાણા રાજપૂત અને તેમના ભત્રીજા મહેન્દ્ર બાબુભાઇ બાઉ રાજપૂતનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

મુંબઈમાં મીરારોડ મધ્યે સ્ટેશનરી અને ઝેરોકસની દુકાન ધરાવતા મહેન્દ્ર બાઉ દર વર્ષે માતાજીની આરાધના અને નવરાત્રિ માટે પોતાના ગામ ભીમાસર (ભૂટકીયા) આવે છે. ગામ માં નવરાત્રિનો કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ તેઓ કારમાં આડેસર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાતા કાકા ભત્રીજાના કરૂણ મોત નીપજયાં હતા.(૨૧.૧૩)

(11:53 am IST)