Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ગોંડલના મોવિયા ગામે મોંધવારીના પૂતળા દહન પૂર્વ ૯ની અટકાયત

ગોંડલ, તા.૧૯: ગોંડલ તાલુકાના મોવિયા ગામે કેટલાક ખેડૂતો દ્વારા  સરકાર વિરોધમાં મોંઘવારી અને પાકવીમાના પ્રશ્નોને લઈશ પૂતળાદહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તે પહેલાં જ નવની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોંઘવારી અને પાક વીમા માટે સરકારને જવાબદાર ગણાવી મોવિયા ગામના જમનભાઈ રૂગનાથભાઈ કાલરીયા, વાદ્યજીભાઈ વીરજીભાઈ પડાળીયા, શૈલેષભાઇ હિરજીભાઇ ઠુંમર, વિનોદભાઈ મોહનભાઈ કાલરીયા, હંસરાજભાઈ મનજીભાઈ કણસાગરા, સુભાષભાઈ ભીખુભાઇ કાલરીયા, સાગરભાઈ રમેશભાઈ કાલરીયા હેમતભાઈ જાદવભાઈ પટેલ તેમજ હસમુખભાઈ રામજીભાઈ ખુંટ સહિતનાઓ દ્વારા સરકારના પૂતળાદહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય ઉપરોકત લોકો પૂતળું ચોકમાં લાવે તે પહેલાં જ તાલુકા પોલીસે નવ એની અટક કરી તાલુકા પોલીસ મથક છે કાર્યવાહી હાથ ધરતા પૂતળા દહન થઈ શકયું ન હતું.

ગ્રામજનોના જણાવ્યા મુજબ મોંદ્યવારીએ માઝા મૂકી છે પેટ્રોલ- ડીઝલ ના ભાવ આસમાને જઈ રહ્યા છે તેમજ સરકાર દ્વારા ખેડૂતોને પાક વિમો આપવામાં આવતો ન હોય માટે પૂતળા દહન આયોજન કરવામાં આવ્યું હતું.

(11:53 am IST)