Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

જસદણની સરકારી હોસ્પિટલમાં બારી બારણાની ચોરીમાં તસ્કરો ૪૦ ટકા માલ પરત મુકી ગયા

જસદણ, તા.૧૯: જસદણની સરકારી હોસ્પિટલમાં નવા બારી દરવાજા ફીટ કરાયા તેની જગ્યાએ જુના બારી દરવાજા કોઇ ચોરી કરી ગયેલ. જોકે આ અંગે પોલીસમાં કોઇ ફરિયાદ થઇ નથી. પરંતુ સાગના લાકડા ના રજવાડા સમયના બારી દરવાજા એન્ટીક કોઇ ચોરી ગયાના સમાચાર આવતાં તસ્કરો ૪૦ ટકા બારી દરવાજા. હોસ્પિટલમાં પરત મુકી ગયેલ છે.

આ ૬૦ ટકા પરત બારી દરવાજા ન આવતાં આ અંગે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ થશે અને પોલીસ ફરિયાદ પણ થશે. એમ જાણવા મળેલ છે. હજુ તસ્કરો કિંમતી બારી બારણાં તો પરત મુકી નથી ગયા ૬૦ ટકા જેટલાં બારી બારણા ગુમ છે. ત્યારે આગામી દિવસોમાં કડાકા ભડાકાના નિદેશો સાપડી રહ્યા છે.(૨૨.૬)

(11:51 am IST)