Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ગોંડલના મોવિયા ગામે ટ્રકમાંથી બિયરનો જથ્થો પકડાયો : રાજકોટના શોકતની ધરપકડ

૯૩૬ નંગ બિયર અને ટ્રક મળી ૬૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે : તાલુકા પોલીસનો દરોડો

ગોંડલ તા. ૧૯ : તાલુકાના મોવિયા ગામે ટ્રકમાંથી બિયરનો જથ્થો તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામ પાસે આવેલ ઠંડાપીણાની ફેકટરી પાસે બોટલો ભરવા આવેલ ટ્રકમાં વિપુલ પ્રમાણમાં બિયરનો જથ્થો હોવાની જાણ તાલુકા પોલીસને કરતા પીઆઇ અજયસિંહ જાડેજા તથા પીએસઆઇ હરિયાણી, હરિચન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ઝાલા, પ્રણવભાઈ વાલાણી, પ્રકાશભાઈ પરમાર સહિતનાઓ દોડી ગયા હતા અને ટ્રકની તલાશી લેતા તેમાંથી બિયર ટીન ૯૩૬ નંગ કી.રૂ. ૯૩૬૦૦ તથા એક મોબાઈલ કી.રૂ. ૩૦૦૦ તથા આઇસર ગાડી નં. GJ03AT ૨૮૦૪ કી.રૂ. ૫ લાખ કુલ મળીને ૫૯૬૬૦૦ મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક શોકતભાઈ સલીમભાઈ જલાલ જાતે ફકીર રહે કોઠારીયા સોલ્વન્ટ રાજકોટ ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જયારે એક શખ્સ નાશી છૂટ્યો હોય તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(11:50 am IST)
  • વડોદરામાં સ્વાઈન ફ્લૂથી મહિલાનું મોતઃ સુરતમાં ૩ કેસ વધુ નોંધાયા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના શંકાસ્પદ દર્દીનું મોત access_time 3:54 pm IST

  • ભારતીય રેલ્વેના જનસંપર્ક વિભાગના એડીજીએ જણાવ્યું કે, આ દુર્ભાગ્યજનક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તેનો નિશ્ચિત આંકડો સામે નથી આવ્યો. દુર્ઘટના રાહત ટ્રેન ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી પણ ઘટના સ્થળ પર જઈ રહ્યા છે. access_time 10:40 pm IST

  • પંજાબ સરકારની મૃતકોના પરિવારને 5-5- લાખ અને ઘાયલોને મફત ઈલાજની જાહેરાત:મોદી સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરી access_time 1:02 am IST