Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, અનંતનગર ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન.

મોરબી : ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે પણ ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
જય માતાજી સેવા ગ્રુપ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિજીનું સ્થાપન ગઈકાલે 19 પ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી અને રાત્રે 9 વાગ્યે રાસ-ગરબા અને સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું હતું. જ્યારે 28 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન કરવામાં આવશે.
 ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ઠેર ઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના સામા કાંઠે અનંતનગરમાં ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
ગિરિરાજસિંહ જાડેજા અને અનંતનગર સોસાયટીના રહીશો દ્વારા અનંતનગર કા રાજાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને દરરોજ પૂજન, અર્ચન અને આરતી કરી ગણપતિ દાદાની ભક્તિ કરવામાં આવશે.

   
(11:47 pm IST)