Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

રંગપર નજીક બેઠા કોઝ-વેમાં ટ્રેકટર તણાયુ : બે લોકોનો બચાવ.

પાણીની ભારે આવક હોવા છતાં તેને પાર કરવાનો પ્રયાસ નિષ્ફળ : બન્ને લોકો પીજીવીસીએલની ટિમ હોવાનું અનુમાન

મોરબીના રંગપર નજીક બેઠા કોઝ વેમાં પાણીની ભારે આવક હોવા છતાં તેને પાર કરવા જતાં ટ્રેકટર તણાઈ ગયું હતું. આ ઘટનામાં બે લોકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

     પ્રાપ્ત વિગતો અનુસાર રંગપર પાસે મહાકાળી મંદિરે મેળો હોય ત્યાં પીજીવીસીએલની ટીમ ટ્રેકટર લઈને જતી હતી. ત્યારે બેઠા કોઝવે નીચે હોકળામાં પાણીની પુષ્કળ આવક હોય છતાં પણ ટ્રેકટર પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં બે લોકો સવાર હતાં. આ વેળાએ ટ્રેકટર પાણીમાં તણાયુ હતું. જ્યારે તેમાં સવાર બન્ને લોકોને તરતા આવડતું હોય તેઓ કાંઠે આવી ગયા હતા.

 

(11:26 pm IST)