Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

'ગણપતિ બાપ્પા મોરિયા' : ગણેશ ચતુર્થી નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય શણગાર એવં મારૂતિયજ્ઞ તથા ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી

રાજકોટ તા.૧૯ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા  તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી  કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.

ગણેશ ચતુર્થી અંતર્ગત સવારે ૯:૩૦ કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી  કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરેલ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ હતો.

(11:11 pm IST)