Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં બેથી લઈને સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ, માળિયામાં જોખમી સવારીના દ્રશ્યો.

મોરબી જીલ્લામાં રવિવારે રાત્રીથી શરુ થયેલ મેઘમહેર સોમવારે જોવા મળી હતી અને આજે મંગળવારે પણ સવારથી સાંજ સુધી મેઘો મહેરબાન થયો હતો અને મોરબી જીલ્લાના તમામ પાંચ તાલુકામાં આજે બેથી લઈને સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો
મોરબી જીલ્લામાં મંગળવારે સવારથી સાંજ સુધી વરસાદી માહોલ છવાયો હતો અને જીલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી જેમાં સવારે છ થી સાંજે છ સુધીમાં મોરબી તાલુકામાં ૭૮ મીમી, માળિયા તાલુકામાં ૯૦ મીમી, ટંકારા તાલુકામાં ૭૧ મીમી, વાંકાનેર તાલુકામાં ૫૨ મીમી અને હળવદ તાલુકામાં ૭૮ મીમી વરસાદ વરસ્યો હતો મોરબી જીલ્લામાં વરસાદને પગલે મોરબી શહેર પાણી પાણી થઇ જવા પામ્યું હતું તો અન્ય તાલુકા મથકો પણ પાણીમાં ગરકાવ થયા હતા
માળિયામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા
માળિયા તાલુકામાં આજે સારો વરસાદ વરસ્યો હતો જેને પગલે વેણાસર અને ખાખરેચી ગામ વચ્ચે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વોકળામાંથી જીવના જોખમે બે ઈસમો બાઈક લઈને પસાર થતા જોવા મળ્યા હતા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જોખમી મુસાફરી કરવી ટાળવી જોઈએ પરંતુ આ યુવાનોએ જીવના જોખમે આવું સાહસ ખેડ્યું હતું જેને લોકો વખોડી રહ્યા છે

   
(10:53 pm IST)