Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મોરબી જિલ્લા પોલીસમાં ત્રણ પી આઈની આંતરિક બદલી.

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પી આઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે તો એલસીબી પી આઈને વધારાનો હળવદનો ચાર્જ સોપવામાં આવ્યો હોવાની માહિતી મળી છે
  મોરબી SPના આદેશથી મોરબી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ઘેલાની વહિવટી કારણોસર કંટ્રોલ રૂમ(લીવ રીઝર્વ), મોરબી ખાતેથી IUCAW મોરબી ખાતે નિમણુંક કરવામાં આવી છે. અને પોલીસ ઇન્સ્પેક્ટ એચ.એમ.વ્યાસને લીવ રીઝર્વ, IUCAW મોરબીના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
  હળવદ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયાને લીવ રીઝર્વ પર મૂકવામાં આવ્યા છે. અને તેમનો ચાર્જ મોરબી એલ.સી.બી. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ઢોલને સોપવામાં આવ્યો છે. જેથી હવે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ઢોલ એલ.સી.બી. પોલીસ સાથે હળવદ પોલીસ મથકનો વધારાનો ચાર્જ પણ સંભાળશે.

   
 
(10:50 pm IST)