Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

મોરબીનો મચ્છુ -2 ડેમ 70% ભરાયો, 32 ગામોને એલર્ટ આપવામાં આવ્યું.

મોરબીવાસીઓએ માટે શુભ સમાચાર છે. મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-2 ડેમ 70% ભરાઈ ગયો છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મેઘકૃપા વરસતા તેમજ ઉપરવાસમાં પણ સારા વરસાદે ને લીધે મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ -2 ડેમમાં પાણીની આવક ચાલુ છે. સિંચાઈ વિભાગના આંકડા મુજબ મચ્છુ – 2 ડેમમા હાલમાં 2274 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે ડેમ 70 % ભરાઈ જતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેથી ડેમીની નીચાણવાળા ગામોને નદીના પટમાં ના જવા માટે પણ સુચના આપવામાં આવી છે.
 મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોરખીજડીયા,માંનસર,નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ,નારણકા , બહાદુર ગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, અને માળીયા તાલુકાના વિરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, બહાદૂરગઢ, રાસનગપુર,ફતેપુર અને માળીયા-મીંયાણા 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

   
 
(10:48 pm IST)