Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

બળાત્‍કાર કેસના મુખય આરોપીને ૧૦ વર્ષની સજા : મદદગારી કરનારને પણ સજા ફટકારી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૧૮ : ભાણવડના તાલુકાના ૧૨ વર્ષ જુના બળાત્‍કારના કેસમાં મે. ખંભાળીયાની એડી. સેસન્‍સ અદાલતે મુખ્‍ય આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા મદદગારી કરનાર આરોપી માતા-પુત્રને ૫ વર્ષ અને ૩ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.

આ કેસની હકીકત એવી છે કે, ભાણવડ તાલુકામાં રહેતા ફરીયાદીની સગીરવયની ઉ.વ. આશરે સાડા ૧૪ વર્ષ વાળી પુત્રી ગુમ થયેલ જેની જાણ ભાણવડ પો.સ્‍ટે.ને તા.૧૮/૧૦/૨૦૧૧ ના જાહેરાત કરેલ ત્‍યાર બાદ ફરીયાદીએ તેમની સગીર દીકરીની તપાસ કરતા જાણવા મળેલ આરોપી કારુ રાયમલ પરમાર લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે લઈ ગયેલ અને તેમની માતા હીરુબેન રાયમલ પરમારે પણ આ અપહરણમાં મદદગારી કરેલ અને સગીરાને વેચી નાખેલની શંકા પણ વ્‍યકત કરેલ અને તે અંગેની વિગતવાર ફરીયાદ ભાણવડ પો.સ્‍ટે.માં ૨૫/૧૦/૨૦૧૧ ના આપતા ભાણવડ પો.સ્‍ટે.ના પી.એસ.આઈ ડી.ડી. સીમ્‍પીએ ફરીયાદીની ફરીયાદ લઈ આઈ.પી.સી. કલમ - ૩૬૩,૩૬૬ અને ૧૧૪ મુજબનો ગુન્‍હો નોંધી  તપાસ દરમ્‍યાન આરોપી કારુ રાયમલ અને હીરુબેન રાયમલે આરોપી પરેશ માંડણ મકવાણા રે. ગોઈજવાળાને બોલાવી અને તેમની સાથે ભોગબનનારને મોકલવા મદદગારી કરેલ અને પરેશ માંડણ મકવાણાએ સગીરાને તેમના સબંધી જમનભાઈ મકવાણાને ત્‍યાં જઈ રાખેલ અને તે દરમ્‍યાન ભૌગબનનાર સાથે પરેશ માંડણ મકવાણાએ દુષ્‍કર્મ આચરેલ તે હકીકત તપાસમાં ખુલતા આઈ.પી.સી. કલમ-૩૭૬ મુજબનો ગુન્‍હો બનતો હોય અને કલમનો ઉમેરો કરેલ અને આરોપી તથા ભોગબનનારની મેડીકલ તપાસણી કરાવી જરૂરી નમુનાઓ લઈ એફ.એસ.એલ. કચેરી રાજકોટ મોકલી આપેલ અને આ પળથકકરણ અહેવાલ આવી જતા નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ અને આ ફેસ મે. ખંભાળીયા એડી. સેસન્‍સ જજની કોર્ટમાં ચાલેલ તેમાં કુલ ૧૮ સાહેદોને તપાસવામાં આવેલ અને આ કામે ફરીયાદી તથા ભોગબનનારની જુબાની મેડીકલ ઓફીસરનો રીપોર્ટ તથા એફ.એસ.એલ. કચેરીનો પળથકકરણ અહેવાલ તથા ભોગબનનારની ઉંમર અંગેના દસ્‍તાવેજી પુરાવા અન્‍વયે જીલ્લા સરકારી વકીલ  લાખાભાઈ આર. ચાવડાની દલીલો ધ્‍યાને લઈ મે, એડી.સેસન્‍સ જજ  વી.પી. અગ્રવાલે આરોપીઓને તકસીરવાન ઠેરવી આરોપી પરેશ માંડણ મકવાણાને આઈ.પી.સી. કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા તથા આઈ.પી.સી. કલમ -૩૬૩,૩૬૬ હેઠળ અનુક્રમે - ૩ વર્ષ તથા ૫ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. ૧૦,૦૦૦/- નો દંતથા આરોપી પરેશ માંડણને ગુન્‍હામાં મદદગારી કરનાર કારુ રાયમલ પરમારને આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ સાથે ૧૧૪ મુજબ મદદગારી કરવામાં ૫ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫૦૦૦/- નો દંડ તથા હીરુબેન રાયમલ પરમારને આઈ.પી.સી. કલમ - ૩૬૩,૩૬૬ સાથે ૧૧૪ મુજબ મદદગારી માટે ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૩૦૦૦/- દડં ફરમાવેલ છે. તેમજ ભોગબનનારની ઉંમર બનાવ સમયે સગીરવયની હતી અને તેણી દુષ્‍કર્મનો ભોગ બનેલ તેથી તેના સમાજીક, આર્થીક, માનસીક પુનવર્સન માટે ભોગબનનારને વીટનેસ કમ્‍પનશેસન સ્‍કીમ હેઠળ રૂ. ૧,૦૦,૦૦૦/- નું વળતર ચુકવવા અદાલતે હુકમ કરેલ છે.

(4:24 pm IST)