Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

જામનગર સીટી “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનાના નાસતા ફરતા આરોપી ગની ઉર્ફે નદીમ શેખને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગર : પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લા શહેરોના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. હિતેશભાઈ ચાવડા તથા પો. હેડ કોન્સ, દીનેશભાઈ સાગઠીયાએ માહિતી મેળવેલ કે, સીટી “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના બી-પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૮૨૧૧૯૧૮/૨૦૨૧ એન.ડી.પી.એસ, કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ગની ઉર્ફે નદિમ મહેમુદભાઈ શેખ જાતે કુરેશી (ઉવ.૩૬)( રહે સુભાષમાર્કેટ, વોરાવાડ, મિનારાફળી, જામનગર) સુરતથી જામનગર આવવાનો હોય અને નુરી ચોકડી પાસે ઉત્તરવાનો હોય જે બાતમી મળતા આ બાબતે સુરત 5૦૯ ના પોલીસ ઈન્સપેકટર આર. એસ. સુવેરા નો સંપર્ક કરેલ અને તેઓ દ્વારા મળેલ માહિતી આધારે વોચમા રહેતા ઉપરોકત બાતમી વર્ણન વાળો ઈસમ સદર જગ્યાએ આવેલ જેથી તુરતજ તેને કોર્ડન કરી પકડી લીધેલ અને આગળની કાર્યવાહી માટે જામનગર સીટી “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓને સોપી આપેલ છે.

(6:27 pm IST)