Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

જેતપર ગામે વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા

મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા જેતપર ગામે તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે નારણભાઈ બાબુભાઈ પરમાર, પ્રફુલભાઈ રામજીભાઈ પરમાર, રાહુલભાઈ અરવિંદભાઈ પરમાર, હરેશભાઈ લાલજીભાઈ પરમાર અને દિનેશભાઈ ઘનાંભાઈ પરમારને રોકડ રકમ રૂ.૧૦,૩૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(2:19 pm IST)