Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબીની અણીયારી ચોકડી નજીક બે ટ્રક અથડાતા એકનું મોત

ટ્રકના ચાલકે બીજા ટ્રકને ઠોકર મારતા ડ્રાઈવરનું મૃત્યુ નીપજ્યું :અન્યને ઈજા

માળિયા હળવદ હાઈવે પર અવારનવાર અકસ્માત બનતા રહે છે ત્યારે અણિયારી ચોકડી નજીક એક ટ્રકના ચાલકે બીજા ટ્રકને ઠોકર મારતા ડ્રાઈવરનું મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્યને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ રાજસ્થાનના કાવની ગામે રહેતા સોહનસિંગ કિશોરસિંગ શેખાવત (ઉ.૨૧) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે માળિયા હળવદ હાઈવે પર આરોપી ટ્રક ચાલક જીજે `૧૨ એ યુ ૬૧૯૫ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવી અણિયારી ચોકડી નજીક ટ્રક આર જે ૦૭ જીડી ૨૩૧૫ સાથે ભટકાડી પોતાને ગંભીર ઈજા પહોચાડી તેમજ ટ્રક આર જે ૦૭ જીડી ૨૩૧૫ ના ડ્રાઈવર ઉમેદસિંગને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું તો ટ્રકમાં બેઠેલ ફરિયાદી સોહનસિંગને પણ માથાના ભાગે તથા શરીરે ઈજા થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:12 pm IST)