Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલની રચના કરી હોદેદારોની વરણી કરાઈ

સંયોજક, સહસંયોજક સહિતના હોદેદારોની વરણી : સંયોજક તરીકે દેવેનભાઈ વ્યાસ, સહ સંયોજક તરીકે સુરેશભાઈ પડસુંબીયા

મોરબી : પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી જીલ્લા સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે જેમાં સંયોજક, સહસંયોજક સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી છે

મોરબી જીલ્લા સાંસ્કૃતિક સેલની ટીમમાં સંયોજક તરીકે દેવેનભાઈ વ્યાસ, સહ સંયોજક તરીકે સુરેશભાઈ પડસુંબીયા જયારે સભ્ય તરીકે ભાવેશભાઈ વરસડા, કશ્યપભાઈ અગ્રાવત, અશ્વિનભાઈ બરાસરા, પ્રેમલભાઈ દફતરી, ચેતનભાઈ દવે, દિલીપભાઈ રવેશિયા અને ગૌતમભાઈ ઓરિયાની વરણી કરવામાં આવી છે.

(2:00 pm IST)