Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

કચ્છમાં ફરી ધરતી ધણધણી : આજે સવારે ૩.૧ ની તીવ્રતા નો ભૂકંપનો આંચકો

કેન્દ્ર બિંદુ અંજાર - ભચાઉ વચ્ચે આવેલા દુધઈ ગામ પાસે

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કચ્છમાં શુક્રવાર રાત્રે અનુભવાયેલો ધરતીનો ધણધણાટ હજી શમ્યો નથી ત્યાંજ આજે સવારે ફરી ધરતી ધણધણી ઊઠી હતી. સવારે ૮ અને ૩૮ મિનિટે ૩.૧ નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અંજાર ભચાઉ વચ્ચે આવેલા દુધઈ ગામ પાસે નોંધાયું છે. શુક્રવારે રાત્રે આવેલ આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર પંથકમાં નોંધાયું હતું. કચ્છમાં અત્યારે વાગડ ફોલ્ટ સક્રિય હોય એવું લાગી રહ્યું છે.

(10:04 am IST)