Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અધિક માસના પવિત્ર દિવસોમાં SGVP ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે ઓન લાઇન શ્રી સત્સંગિજીવન કથા

ઉના તા. ૧૯ સતી શૂરા સિંહ અને સંતોના નિવાસથી અનેરી ભાત પાડનારો પ્રદેશ એટલે નાઘેર બાબરિયાવાડ પ્રદેશ. આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વે પાંડવ ગુરુ દ્રોણાચાર્યજી મહારાજે મચ્છુ નદીના કિનારે દ્રોણેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જળધારા વહી રહી છે

    જ્યાં ૧૨૦૦ જેટલા કુમારો અને કુમારિકાઓ સંસ્કાર સાથે અાધુનિક શિક્ષણ લઇ રહ્યા છે તે દ્રોણેશ્વર ગુરુકુલના પરિસરમાં બિરાજીત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં પુરુષોત્તમ માસ દરમ્યાન કોરોના મહામારીના આ વિપરીત સમયમાં સર્વજીવહિતાવહ સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશને નજરમાં રાખીને, ભક્તજનો ઘેર બેઠા સત્સંગનો દિવ્ય આનંદ માણી શકે તે માટે SGVP ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે અધિકમાસ તા.૧૮-૯-૨૦૨૦ થી ૧૬-૧૦-૨૦૨૦ દરમ્યાન ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલાચરિત્રોથી ભરપુર અને સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ, સત્સંગિજીવનની કથાનું ઓન લાઇન શ્રવણ કરાવશે. જેનું લાઇવ પ્રસારણ યુ ટ્યુબ (ગુરુકુલ પરિવાર) અને સદ્ વિદ્યા ચેનલ દ્દારા કરવામાં આવશે. 

(11:53 pm IST)