Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ભુજમાં ૧૬ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા

શહેર અને તાલુકાના વિવિધ ૧૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તબદીલ કરાયા

ભુજ : કોરોનાના કેસ આવતા ભુજ શહેર અને તાલુકાના વિવિધ ૧૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તબદીલ કરાયા છે,જેમાં ભુજના ધારાનગર , મુન્દ્રા રિલોકેશન પાસે ઓવધસૃષ્ટી , કોડકી રોડની પાછળ , જયનગર પ્રા. શાળાની બાજુમાં , તાલુકા પંચાયત સામે સરકારી વસાહત , પ્રમુખ સ્વામીનગરમાં ઓધવ એવન્યુ , ખત્રી ચોક , અમીનગર ખારસરા ગ્રાઉન્ડ , વાડાસર ગામે પટેલવાસ , માનકુવા ગામે નવાવાસ , બાવરવાડી વિસ્તાર , ભુજના જેષ્ઠાનગરમાં , વિજયનગરમાં કલ્પતરૂ એપાર્ટમેન્ટ , માધાપર જૂનાવાસમાં નવી લાઈન , નવાવાસમાં પારસનગર તેમજ ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ ઉપર આદર્શ સોસાયટીમાં આવેલા બે ઘરને ઉપરાંત ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ગામના પટેલવાસમાં પ્રેમજીભાઇ નારણભાઇ રૂડાણીના ઘરથી ગોપાલભાઇ રામજીભાઇ રૂડાણીના ઘર સુધીને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.

(11:50 pm IST)