Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જસદણ ભાજપ શાસીત પાલિકાનાં કારોબારી ચેરમેનપદે કાજલબેન ધોડકીયા

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ,તા. ૧૯: જસદણ પાલિકાનાં કારોબારી ચેરમેન પદે કાજલબેન ધોડકીયા (કોળી)ની વરણી કરવામાં આવી છે. આ સાથે પાલિકામાં તમામ જ્ઞાતિઓએ ન્યાય મળે તે માટેના હોદા આપવામાં આવ્યા છે.

જસદણ પાલિકાના નવ નિયુકત મહિલા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયાના અધ્યક્ષ સ્થાને શનિવારે બપોરે એક સામાન્ય સભા યોજાય હતી.

જેમાં જસદણના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ખાસ ઉપસ્થિતી વચ્ચે કરોડો રૂપિયાના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. હવે જસદણ નંદનવન બની જશે આ સામાન્યસભામાં કારોબારી ચેરમેનની ખાલી પડેલી જગ્યામાં વાજસુરપુરાના મહિલા અગ્રણી અને બીજેપીના સભ્ય કાજલબેન પ્રવિણભાઇ ઘોડકીયા ચૂંટાઇ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકામાં ભાજપના ૨૩ અને કોંગ્રેસના પાંચ મળી કુલ ૨૭ સભ્યો છે. નોંધનીય છે કે મુખ્ય હોદ્દેદારો પ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણુંકમાં ડી. ગ્રુપનો સિંહ ફાળો રહ્યો હતો.

(4:10 pm IST)