Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગટકા ગામે ધોધમાર વરસાદ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

ખંભાળિયા::દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગટકા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત છે.

       આજે બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગટકા ગામે વાતાવરણમાં પલટો આવ્યો હતો અનેકલ્યાણપુર તાલુકાના ગટકા ગામે ધોધમાર વરસાદ પડતા

ગટકા ના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. 

    વરસાદ થી લોકોને અસહ્ય ઉકળાટ થી રાહત મળીછે તો બીજી તરફ ખેડૂતો પોતાના પાક ને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.વરસાદ ના કારણે પહેલાથી જ પાક ને નુકશાન થઈ ચૂક્યું છે.

(2:50 pm IST)