Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જેતપુર ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસોસીએશનની સત્તાનું શાસન હાલક ડોલક

ઉહાપોહ શાંત પાડવા કે બીજા કોઇ કારણોસર વોશીંગ ઘાટનું સંચાલન જુના કોન્ટ્રાકટરને સોંપાયુ?

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૯ :  જેતપુર ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસોસીએશન છેલ્લા ઘણા સમયથી ચર્ચાના ચકડોળે ચડી છે. બે હજારથી વધુ પ્રીન્ટીંગ યુનિટોનું બનેલ એસોસીએશન વર્ષે કરોડોનું ટર્ન ઓવર કરે છે. જેના પ્રમુખપદે રાજુભાઇ પટેલે ઘણા વર્ષો સુધી સુશાસન આપ્યા બાદ તેણે રાજીનામુ આપતા સતાના સમીકરણો અવાર નવાર બદલાવ્યા યુવા ઉદ્યોગપતી ભાવીકભાઇ વૈષ્ણવે અંદાજીત ૭ મહીના એસોસીએશનની ઘુરા સંભાળી પરંતુ સીનીયર-જુનીયરના મતભેદો થતા ઉપરાંત કારખાનેદારો સહકાર આપતા ન હોય પ્રદુષણનો પ્રશ્ન કોઇ સંજોગોમાં નિવારી ન શકાય તેવી દુઃખની લાગણી સાથે રાજીનામુ આપેલ.

 બાદ કાર્યકારી બોડી રચવામાં આવી તેનું પણ ટુ઼કા સમયમાં બાળ મરણ થઇ જતા નિર વિવાદીત સીનીયર વિરજીભાઇ વેકરીયાને એસોસીએશનની સતા સોંપવામાં આવી પરંતુ સવા મહીનામાં જ આ સમીતીના તમામે રાજીનામા આપી દેતા ફરી એશોસીએશનને કોઇ ધણી ધોરી રહયું નથી સાથે સાથે ડાઇંગ એસોસીએશન દ્વારા સંચાલીત વોશીંગ ઘાટનું સંચાલન પણ વિવાદનો મુદ્દો બન્યો હોય વોશીંગઘાટનું સંચાલન કરતા પ્રવીણભાઇ ગોંડલીયાને હટાવી અન્યને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય તે બીન અનુભવીના કારણે મશીનો બંધ રહેતા હોય પાણી ફિલ્ટર થતું ન હોય તેવો ઉહાપો કારખાનેદારોમાં થયો હોવાનું ચર્ચાઇ રહયું છે. જેનું નીરાકરણ લાવવા ફરી પ્રવિણભાઇ ગોંડલીયાને આપી દેતા એવું ચર્ચાઇ રહયું છેકે જુના કોન્ટ્રાકટરને ફરી કોન્ટ્રાકટ ઉહાપો શાંત કરવા કે અન્ય કોઇ કારણોસર તેવી ચર્ચા જાગી છે.

(1:04 pm IST)