Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જુનાગઢ સિવીલ હોસ્પિટલ દ્વારા કોરોના મૃત્યુઆંક છુપાવવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પ્રતિક ધરણા-ઉપવાસ

તસ્વીરમાં કોંગ્રેસના આગેવાનો ઉપવાસ-ધરણા કરતા નજરે પડે છે(તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૯: કોરોના મહામારી વચ્ચે સરકાર ના ઇશારે જૂનાગઢ  સીવીલ હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો ની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા ર્છેં યોગ્ય સારવાર પણ આપવા માં આવતી નથી તેમજ ર્ંમુત્યુ આંક છુપાવર્વાં આવી રહ્યો છે. ત્યારે ર્ંશહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ દ્વારા પ્રતિક ધરણાં ઉપવાર્સં કરી જે કોઈ જવાબદાર તંત્ર ને ખુલ્લા પાડવા તેમજ સિવિલ હોસ્પિટલ ની બેદરકારી ને હિસાબે અનેક જિંદગી ઓ નો ભોગ લેવાયેલ છે. તેમજ મૃત્યુ ના આંકડા ઓ પણ છૂપાવવા માં આવી રહ્યા છે.

ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ને યોગ્ય સારવાર પણ આપવામાં આવતી નથી ત્યારે જનતા ની વહારે (લોકો નો અવાજ બની) સિવિલ હોસ્પિટલમાં પ્રતિક ધરણા ઉપવાસ પર બેઠા છે.

ંકલેકટર શ્રી સિવિલ હોસ્પિટલ પર બેસવાથી દર્દીઓનો ઈલાજ નહી કરી શકે. દર્દીની સારવાર માટે કોરોના વોર્ડમાં યોગ્ય ફિજીસ્યન ડોકટરોની ટીમ અને સ્ટાફની જરૂર છે. જે સ્ટાફ તાત્કાલીક જરૂર છે જેથી માનવ જિંદગીને બચાવી શકાય.ર્ં ર્ંઓકિસજન ની લાઈનો વધુ લગાવવાની જરૂર છે. જેથી તમામ કોરોના દર્દીને પૂરતો ઓકિસજન મળી શકે.

આ તમામ પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ.

લોકોની જીંદગીનો ભોગ લેનાર નિષ્ઠુર સરકાર સામે અવાજ સરકારના કાન સુધી પહોંચાડવા માટે આજે ધરણાં યોજવામાં આવ્યા દર્દીઓને યોગ્ય ન્યાય સારવાર આપવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું.

(1:03 pm IST)