Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ખંભાળિયાના ફ્રુટના વેપારીને ધર્મ કરતા ધાડ મોંઘી પડી : મહિલાને કેળા આપવા ગયાને ખાનામાંથી ૫૦,૦૦૦ની ઉઠાંતરી

ખંભાળિયા,તા. ૧૯: કહેવત છે કે, કયારેક ધર્મ કરતા જતા ધાડ પડી આવું જ ખંભાળિયાના ફ્રુટના વેપારી સાથે થયાનો કિસ્સો સામે આવ્યો છે. ભિક્ષાવૃતિ કરતી ત્રણ મહિલાએ જમવાનું અને કેળા માંગતા વેપારી કેળા આપવા માટે ઉભા થયા ત્યાં જ તેમને ખાનામાં રાખેલા રોકડ ૫૦,૦૦૦ની રકમ લઇ મહિલાઓ છુ થઇ જતાં અજાણી મહિલા સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ નાગરપાળા શેરી નં. ૪માં રહેતા અને ફુટનો વેપાર કરતાં ઇકબાલભાઇ ગનીભાઇ પોપટપોત્રા (ઉવ.૫૫)ના મેમણ આધેડ ગતરોજ દરબાઢ નજીક આવેલ તેમના ફુટના ગોડાઉન પર હતા ત્યારે બારેક વાગ્યે અજાણી ત્રણેક મહિલાઓ આવી હતી. જેમાં એક મહિલાની સાથે ૧૦ વર્ષની બાળકી અને એક નાનુ બાળક તેડેલુ હતું. આવેલી મહિલાઓએ જમવાનું આપવાનું કહેતા પ્રથમ છુટક પરચુરણ આપ્યું હતું. પૈકીની એક મહિલાએ કેળા આપવાનું કહેતા મેમણ આધેડ ખુરશી પરથી ઉભા થઇ ગોડાઉનના બીજા રૂમમાં રાખેલા કેળા લેવા માટે જતા એ દરમિયાન ખાનામાં રાખેલા રૂ. ૫૦,૦૦૦ની રોકડ આ મહિલા જોઇ જતા તેમાંથી ઉઠાવી લઇ નાશી છુટી હતી.

ભાણવડમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ભાણવડના વિજયપુર પર ખારી વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા વસીમ મુસા હિંગોરા, સુલેમાન હાસમ હિંગોરા, ઇશાક હાસમ હિંગોરા, સુલતાન ઉંમર ખીયાર, તથા મોહસીન હનિફ જારીયાને રોકડ ૭,૨૦૦ની મતા સાથે જુગાર રમતા ઝડપી લઇ ભાણવડ પોલીસે ગુનો નોંધ્યો છે.

દ્વારકા જિલ્લામાં ખાનગી વાહનો સામે પોલીસની લાલઆંખ

ભાણવડના રવિરાજ હોટલ પાસેથી ઇકો ચાલક મુનાફ હસુ બરૂરા રહે. મહુવા તા.જી. ભાવનગર, હાલ રહે જુમ્મ મસ્જિદ પાસે ભાણવડ, આરાધના ધામ પાસેથી ખંભાળિયા ગુલાબનગર ટેકરીમાં રહેતા નારણ વરજાંગ સંધિયા, લીંબડી ચેક પોસ્ટ પાસેથી ટાટા એસી મેગાના ચાલક માવજી ભાણજી માંડવીયા રહે. ખીમરાણા, ખંભાળિયા રેલવે સ્ટેશન પાસેથી ઇકોકાર ચાલક અકબર ઇશાકા સંધાર, ખંભાળિયા રિલાયન્સ સર્કલ પાસેથી ઇકો ચાલક દિપકપરી અશોકપરી ગોસ્વામી રહે. લાલપુર, હુશેન ઇસ્માઇલ ચાકી રહે. ખંભાળિયા,ધીરા દેસુર વાનરીયા રહે. ખંભાળિયા જ્યારે ખંભાળિયા હરસિધ્ધીનગરમાં રહેતાં નુંધા હરભમ ભોજાણી પોતાની મીની બસમાં   પચીસ જેટલા માણસો બેસાડતા ગુનો નોંધ્યો છે.

(12:54 pm IST)