Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મોરબીના માળિયામાં દુધાળા પશુઓના ભેદી બીમારીથી મોત થતા પશુપાલકોને સહાય ચુકવવા માંગણી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૯: કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે માળિયા તાલુકાના ભાવપર, સુલતાનપુર, તરદ્યરી, વેજલપર, ચીખલી સહિતના ગામોમાં છેલ્લા ૧૫ દિવસમાં દુધાળા પશુઓના ભેદી બીમારીથી મોત થયા છે જેમાં ખાસ કરીને ભેંસોના મોત થઇ રહ્યા છે.

પશુના મોત થતા પશુ પર નભતા પશુપાલકોને આજીવિકા ગુમાવવાની સ્થિતિ નિર્માણ પામી છે પશુપાલકોને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવી જોઈએ ત એમજ આવનાર દિવસોમાં પશુઓના ભેદી રોગ વધુ ના ફેલાય તેવા હેતુથી પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેમજ જીલ્લાના દરેક ગામની વિઝીટ કરીને પશુઓની માંદગી વિષે માહિતી મેળવવી જોઈએ તેવી માંગ રજુઆત સાથે કરી છે.

નિવૃત રમતવીરો પેન્શન માટે અરજી કરી શકાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ, ગાંધીનગર દ્વારા નિવૃત રમતવીરોને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેવા નિવૃત્ત્। રમતવીરોને પેન્શન આપવાની યોજના અમલમાં છે. આ યોજના અન્વયે ગુજરાતના વતની હોય અને ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નિવૃત્ત્। રમતવીરો પેન્શન મેળવવા માટે અરજી કરી શકશે.

પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ વ્યકિતગત કે સાંદ્યીક (ટીમ) રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેળવેલ હોય કે રાજય તરફથી નેશનલ માટે મોકલાયેલ તે ટીમના સભ્ય હોય તેવા રમતવીરને પાત્ર ગણવામાં આવશે.

પાત્રતા ધરાવતા રમતવીરની આવકની કોઈ મર્યાદા વગર માસિક રૂ ૩૦૦૦ ચુકવવામાં આવશે. આ યોજના હેઠળ પેન્શન મેળવવા ઈચ્છતા મોરબી જિલ્લાના નિવૃત્ત્। રમતવીરોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી મેળવી સંપૂર્ણ વિગત સાથે બે નકલમાં તા.૩૦સુધી અત્રેની કચેરી ખાતે મોકલી આપવા જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણા પાંડાવદરાની યાદીમાંજણાવાયું છે.

(11:32 am IST)