Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

લોધીકામાં વરસાદી નુકશાનીનો સર્વે વહેલી તકે પુર્ણ કરવા કિસાનોમાંથી ઉઠતી માંગણી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા., ૧૯: લોધીકા તાલુકાના ભારે વરસાદના કારણે થયેલા ખેતીના પાકને નુકશાની બાબતે જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ધીમી ગતીએ ચાલતી કામગીરીથી ૩૮ ગામના તાલુકામાં હજુ પ૦ ટકા જેટલી કામગીરી બાકી હોય વધુ ટીમોફાળવી તુરત સર્વે કામગીરી પુર્ણ કરવા ીકસાનોમાંથી માંગણી ઉઠેલ છે.

આ અંગે પીપરડીના પુર્વ સરપંચ સાવજુભા જાડેજા, ગોબરભાઇ કાપડીયા સહીત કિસાનોની રજુઆત મુજબ લોધીકા તાલુકામાં છેલ્લા એકાદ માસથી વરસાદ વરસતા અતિવૃષ્ટિ જેવી સ્થિતી થયેલ છે. મહામહેનતે ખેડુતોએ કરેલ વાવેતર મવગફળી, તલી, અળદ, મગ, જેવા પાકો નિષ્ફળ ગયેલ છે. તથા દવા, બિયારણ, ખાતરનો ખર્ચો માથે પડેલ છે જેથી ખેડુત દયનીય સ્થિતિમાં આવી ગયેલ છે. રાજયમાં પડેલ ભારે વરસાદને પગલે રાજય સરકાર દ્વારા નુકશાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. પરંતુ લોધીકામાં આ સર્વેની કામગીરી ગોકળ ગાયની ગતીએ ચાલી રહેલ છે. ૩૮ ગામના તાલુકામાં ફકત બે ટીમ ઉતારવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી કામગીરી ચાલી રહેલ છે. ત્યારે હજુ પ૦ ટકા જેટલી કામગીરી પુર્ણ થયેલ છે. ત્યારે બાકી રહેલ ગામોની સર્વે કામગીરી તુરત થાય તે માટે વધુ ટીમની રચના કરવા તથા તાલુકાની સર્વે કામગીરી તુરત કરવા માંગણી થયેલ છે

(11:31 am IST)