Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ધોરાજી સરકારી હોસ્પિટલમાં સોમવારથી કોવિડ સેન્ટર

ધોરાજી,તા.૧૯: ધોરાજીમાં કોરોના એ કાળો કેર સજર્યો છે ત્યારે ૧૦૦૦ કેસ તરફ જઇ રહ્યું છે ધોરાજી આવા સમયમાં ધોરાજીમાં સરકારી કોવીડ સેન્ટર ન હોવાને કારણે રાજકોટ સુધી લોકોને જવું પડતું હતું અને રાજકોટ જવામાં લોકોને વિશ્વાસ ન હતો કે ત્યાં વ્યવસ્થિત સારવાર મળશે જેના કારણે લોકો રાજકોટ જતા ન હતા આવા સમયે ધોરાજીના વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા જયંતિભાઈ પાનસુરીયા બીપીનભાઈ મકવાણા વિગેરે એ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને સંબોધીને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સાથે રાજયના મુખ્યમંત્રી સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી જેના અનુસંધાને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે  રજૂઆત સાંભળીને ધોરાજીની જનતા માટે ધોરાજીના સરકારી હોસ્પિટલમાં જ અદ્યતન બિલ્ડિંગની અંદર સરકારી કોવિડ સેન્ટરની મંજૂરી આપી હતી અને તાત્કાલિક યુદ્ઘના ધોરણે સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરની કામગીરીનો આરંભ કરી દીધો હતો અને રાજય સરકારની સૂચનાથી બે વખત આરોગ્ય ટીમ નિરીક્ષણ કરી હતી જેના અનુસંધાનમાં તારીખ ૨૧ ને સોમવાર ના રોજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ૩૦ બેડ ધરાવતું કોવિડ સેન્ટરનો પ્રારંભ થશે.

જે અંગે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોકટર જયેશ વસેટીયન એ જણાવેલ કે ધોરાજીના સામાજિક સંસ્થાઓ અને આગેવાનોના પ્રયાસથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં ૩૦ બેડ ધરાવતું અત્યંત આધુનિક સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર ને સોમવારના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.

આ સાથે ધોરાજીના સરકારી હોસ્પિટલના મુખ્ય ગેટ ઉપર થી છે કોરોના પોઝિટિવ દર્દીઓનો પ્રવેશ કરવામાં આવશે અને કોરોના પોઝિટિવ લક્ષણ જેમને દેખાતા હશે તેઓના સેમ્પલિંગ પણ આજ બિલ્ડિંગમાં કરવામાં આવશે જેથી ધોરાજીની તેમજ ધોરાજી તાલુકાના લોકોને કોરોના પોઝિટિવ દર્દીઓ હશે તેમને ગુજરાત સરકાર તરફથી વિનામૂલ્યે તમામ સુવિધાઓ પ્રાપ્ત થશે અને કોવિડ સેન્ટર સરકારની ગાઈડલાઈન્સ મુજબ તમામ સારવાર ઘરઆંગણે ધોરાજીમાં થશે જે માટે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી ડોકટરની ટીમ તેમજ સ્ટાફની ટિમ ધોરાજી ખાતે નિમણૂક કરી દીધી છે.

(11:30 am IST)