Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

હળવદના મયુરનગર ગામે બ્રાહ્મણી નદીમાં ડૂબી જતા મોત

બે સગાભાઇ, માતા-પિતાને ખેતરે ટીફીન દેવા ગયેલ

હળવદ,તા. ૧૯: તાલુકાના મયુરનગર ગામના છગનભાઈ મકવાણા અને તેમના ધર્મપત્ની ગામની બાજુમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના સામા કાંઠે ખેતરમાં મજૂરી કામ કરતા હતા. જેથી બપોરના તેમના દીકરા રાજેશ અને રાકેશ બંને ભાઈઓ ટિફિન દેવા માટે આવ્યા હતા. અને ટિફિન દઈ પરત મયુરનગર જતા હતા ત્યારે બ્રાહ્મણી નદી પરના બેઠા પુલ પરથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ રાજેશભાઈનો પગ લપસી જતાં તે બ્રાહ્મણ નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેને લઇ રાકેશ દ્વારા બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજેશ ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા આ અંગેની જાણ ગ્રામજનોને કરવામાં આવી હતી જેથી ગ્રામજનો અને ગામના સરપંચ ઘટનાસ્થળે દોડી આવી રાજેશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આખરે રાજેશ નો મૃતદેહ હાથ લાગ્યો હતો લાશને પી.એમ.માટે હળવદ ખસેડવામાં આવી હતી.

(11:29 am IST)