Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મોરબીની યુવતી ઘડિયાળના કારખાને જવાનું કહીને ગયા બાદ ગૂમ

મોરબી,તા. ૧૯: મોરબીના વાવડી રોડ મિલન સોસાયટીમાં રહેતા રાજુભાઈ ચકુભાઈ પેથાણીએ એ ડીવીઝન પોલીસ મથકમાં જણાવ્યું છે કે તેની દીકરી બબુબેન (ઉ.વ.૧૯)  તા. ૨૦/૮ ના રોજ સવારે સોલાર ઘડિયાળ કારખાને જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી અને તપાસ કરતા કયાય મળી આવેલ નથી એ ડીવીઝન પોલીસે ગુમસુધા નોંધ કરી તપાસ ચલાવી છે.

સગીરાનું અપહરણ કરનાર આરોપીને ઝડપી લેવાયો

જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ મથકમાં સગીરા અપહરણ કરનાર આરોપી મેહુલ ચકાભાઇ કોળી રહે ખારકુવા પાસે રામાપીર મંદિર પાસે જોરાવરનગર તા. વઢવાણ વાળાને શોધવા સીપીઆઈ આઈ એમ કોઢિયાની ટીમ તપાસમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે આરોપી અને ભોગ બનનાર ઘૂટું બાજુથી ચાલ્યા આવતા હોય જેને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રોહીદાસપરામાં ૨૦૦ રૂપિયા બાબતે પાઇપ ઝીંકી ઇજા

રેલ્વે સ્ટેશન પાછળ રહેતા કાસમ સીદીક સુમરાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુકેશ હીરા ચાવડા રહે રોહીદાસપરા વાળાએ તેને કહેલ કે તે મારા બસો રૂપિયા લઇ લીધેલ છે તેવી શંકા રાખીને ગાળો આપી હતી અને ગાળો આપવાની ના કહેતા લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

ભડિયાદ રોડ પર રીક્ષાની ઠોકરે મોટરસાયકલ સવારને ઇજા

 ભડિયાદ રોડ પર રહેતા મેહુલ મુકેશભાઈ આંતરેસાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના મોટરસાયકલ જીજે ૩૬ પી ૨૩૩૪ મસા મિત્ર મેહુલ સાવલિયા સાથે જતો હોય ત્યારે ભડિયાદ રોડ પર નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા રિક્ષાચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં પાછળ બેસેલ મેહુલ સાવલિયાને ઈજા પહોંચી છે અને આરોપી રિક્ષાચાલક રીક્ષા લઇ નાસી ગયો છે.

(11:29 am IST)