Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જેસરના વીરપુર ડેમમાં ડુબી જવાથી બે યુવાનોના મૃત્યુ

ભાવનગર, તા. ૧૯ : જેસર તાલુકાના વીરપુર ડેમમના સામે કાંઠે આવેલ વાડીએ જઇ હોડીમાં પરત આવતા હોડી ઉંધી વળી જવાથી ત્રણ યુવાનો તરીને બહાર નીકળી ગયેલ જયારે બગદાણા પાસેના મોણપર ગામના પ્રતાપસિંહ વાળા અને હમીરસિંહ ગોહિલ એમ બે યુવાનો સમયે ડૂબી જવાના સમાચારો મળતા બગદાણા અને જેસર પોલીસ સ્ટાફ તથા પાલિતાણા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ડેમના રપ થી ૪૦ ફુટ ઉંચા પાણીમાં ડૂબી ગયેલ યુવાનોને શોધવા તરવૈયા અને મોટી પાણીયાળી કે.વ. શાળાના આચાર્ય બી.એ. વાળાએ જાણ કરવામાં આવતા સાથી તરવૈયા પ્રકાશભાઇ મકવાણા, હિતેશભાઇ મકવાણા અને જયદીપસિંહ વાળા સાથે ઘટના સ્થળે પહોંચી ડુબી ગયેલ યુવાનોને શોધવાનું કાર્ય શરૂ કરેલ અને બે કલાક જેટલી શોધખોળ બાદ રાત્રે બાર વાગ્યા આસપાસ બંને યુવાનોની લાશ બહાર કાઢવામાં સફળતા મળી હતી. બાદમાં બંને લાશને પોસ્ટ મોર્ટમ માટે જેસર લઇ જવામાં આવેલ.

રાત્રીના સમયમાં આવું જોખમી કામ નિસ્વાર્થ ભાવે કરનાર મોટી પાણીયાળી કે.વ. શાળાના આચાર્ય અને સાથી તરવૈયાઓ તથા સ્થાનિક યુવાન વનરાજસિંહ ગોહિલે સરાહનીય કાર્ય કરેલ. ઘટના સ્થળે યુવાનોના સગા સબંધી અને આસપાસના ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

(11:27 am IST)