Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જુનાગઢ પોલીસ વડાએ નવા ટ્રાફિક નિયમોનું પાલન 'ઘર આંગણે'થી કર્યુ

પોલીસ કર્મચારીઓને નીયમ ભંગના ફટકારાયા દંડ

જુનાગઢ,તા.૧૯:  હાલમાં સરકાર દ્વારા ટ્રાફિક ના નિયમો બનાવી, નિયમોના ભંગ કરનાર વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ર્ંજૂનાગઢ જિલ્લા પોલીસ  સૌરભ સિંર્દ્યં દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા પણ આ નિયમોના પાલન કરવામાં આવે અને ર્ંટ્રાફિકના નિયમોના પાલન નહિ કરનાર પોલીસ સ્ટાફના માણસો વિરુદ્ઘ પણ મોટર વ્હિકલ એકટ મુજબ કાર્યવાહી કરવા માટે સખ્ત સૂચર્નાં કરી કડક કાર્યવાહી કરવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે.

 પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢ જિલ્લામાં અને શહેરમાં જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જે અંગે ર્ંજિલ્લા પોલીસ વડા સૌરભ સિંર્દ્યં દ્વારા આપેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિહ જાડેજા તથા પ્રોબેશ્નર ડીવાયએસપી સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ તમામ ડિવિઝન ના પોલીસ અધિકારીઓ તથા ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઈ એ.સી.ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પબ્લિક ઉપરાંત પોલીસ વિરુદ્ઘ પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંદ્યન કરવા બદલ મેમાં ફટકારીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંદ્યન કરતા પોલીસ સ્ટાફનાં જવાનોમાં પણ ફફડાટ ફેલાયો છે અને મોટા ભાગના પોલીસ જવાનો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા છે.

(1:18 pm IST)