Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સાંતલપુરનાં શખ્સની હાથ બનાવટનાં તમંચા સાથે ધરપકડ

એસઓજીની સંગીન કર્યવાહી

જૂનાગઢ તા. ૧૯ :.. જુનાગઢ એસઓજીના ઇન્ચાર્જ પી. આઇ. જે. એમ. વાળા તેમજ પો. કો. મજીદખાન હુસેનખાન રણે માણાવદર નજીકના ગળવાવ ફાટક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે વંથલી તાલુકાનાં સાંતલપુર ગામનો અલાઉદીન ઉર્ફે સલીમ ગનીભાઇ લાકડ નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થયો હતો.

આથી પોલીસે અલાઉદીનને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી રૂ. પ૦૦૦ ની કિંમતનો હાથ બનાવટનો તમંચો મળી આવતાં તેની ધરપકડ કરી એસઓજી દ્વારા માણાવદર પોલીસનાં કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:16 pm IST)